Not a Review about a book,
North Pole by Jitesh Donga
#નોર્થ_પોલ- વાત એક યુવાનની આત્મખોજની
એમ.એસ.સી. માં હતો ત્યારે બાજુના રૂમમાં Nikunj Donga વિશ્વમાનવ વાંચતો હતો, ત્યારે હું એને કઈને ગયેલો, તુ વાંચી રે, પછી મારી. પણ, Examને કારણે વાંચી ના શક્યો અને પછી ભૂલાય જ ગયુ. અઠવાડિયા પહેલા થેન્કસ ટૂ Facebook, જીતેશ ડોંગાના Facebook પેજની લીંક મળી અને મને મળી ગઈ એમની બીજી નવલકથા, નોર્થ પોલ. એ પણ ઈ-બૂક સ્વરૂપે એકદમ freeમાં (એકદમ legally)
નોર્થ પોલ એક એવા યુવાન ગોપાલની વાત છે જેને lifeમાં કશુંક નવું કરવું છે પણ શું કરવું એ ખબર નથી. એને એ ખબર નથી કે એનું પેશન શું છે! વાત વિદ્યાનગરની હોસ્ટેલ અને કોલેજલાઈફથી ચાલુ થાય છે અને પછીના દશ વર્ષની સફર, પેશનની શોધ માટેની સફર...
આ દશ વર્ષમાં નવલકથાનો નાયક કેટલીય નોકરી બદલે છે, વેઈટર, ડ્રાઈવર,બૂક વેચે છે, રમકડા વેચે છે, ઘણા નવા નવા અખતરાઓ કરે છે, નાગા બાવા સાથે રહે છે, મુંબઈનાં રસ્તા પર નગ્ન થઈને ગુજરાતીમાં સ્પીચ આપે છે....બાકીનું બૂક માં.
નવલકથાનું શીર્ષક નોર્થ પોલ કેમ છે એ અડધી બૂક વાંચ્યા પછી ખબર પડશે, નામ પાછળનું લોજિક ખુબ જ સરસ છે, મને ગમ્યું.
બૂકમાં મીરાં નામનું લાઈફને પોતાની રીતે, એકદમ મસ્તીથી જીવનાર, પોતાનાં સપનાઓને પુરા કરતુ, સપનાને જીવતું પાત્ર છે, બધાની લાઈફમાં આવી છોકરી આવે, કાશ!!:p
આ નવલકથાના નાયકનાં પોતાની જાત સાથેના સંવાદો તમને અંદરથી હચમચાવી નાખશે. ગોપાલના એના પિતા સાથેના સંબધો, પિતા સાથેનાં સંવાદો તમને વિચારતા કરી નાખે એવા છે, નવલકથાનાં અર્ધા ભાગ સુધીમાં જ તમને બળવો કરવા મજબૂર કરી દે એવા વર્ણનો છે. આમાં દારૂ, ચરસ, ગંદી ગાળો, તોછડી ભાષા છે પણ આ બધું અવગણીને પણ આમાં વાંચવા જેવું ઘણું બધું છે. યુવાનો માટેની યુવાન દ્વારા કહેવાયેલી આ નવલકથા ખરેખર વાંચવા જેવી છે.
બૂકમાંથી લીધેલ મીરાંનું વર્ણન:
“હું? મારું શું કહેવું?
આપણું તો ગોપાલ કુંઈક એવું...
નાગું નહાવું ને, બાથ ભરીને જીવવું...
ધોમ વૈશાખે દાઝવું ને, કદીક દહરયો ભરીને રોવું ,
ધમ... ધમ... ધમ... જીવતા આ દરિયાના કીનારા પર
ઉછળતા ઊડતા કાગળના જહાજે તરવું...
હા, આ છોકરીનું તો ભાઈ કૈંક એવું ...
સીમાડા ન મળે જો સીધા રસ્તે, તો શેઢા તોડીને પણ ઘૂસવું...
ઝાંઝવાના પાણીની જેમ કોણ જીવે, મારે તો મેઘ બનીને વરસવું...
હા... મેઘ બનીને વરસવું...
ઓહ યસ... મેઘ બનીને વરસવું..
ચાતકે તરસ્યા મરી મરીને ફૂંકી કાઢેલા
આ વાદળોની જેમ ધોધમાર વરસવું ...
વરસવું, ને થોડુંક ગરજવું ...
પણ તોયે ઝુંઝાવાતે જીવવું ...
તરસવું... તડપવું... ગાંડી આગ બનીને તડપવું,
મસાણે જીવવું... મસાણે મરવું.
રાખ બનીને ઊડવું અને રાખમાંથી બેઠા થવું...
જીવી જીવીને મરવું ને, મન ભરીને જીવવું...
હા, ગોપાલ. આ છોકરીનું તો કૈંક એવું...
[ M.Sc. પછી Hermann Hesseની Siddhartha વાંચેલી, મને પેલ્લા પેલ્લા થોડી સરખી લાગી પણ થોડી અલગ છે.]
વાંચતા વાંચતા થોડા ચેપ્ટર પછી, મનમાં ગોપાલ અને મીરાનાં visualizationમાં બોલીવુડ આવવા માંડ્યું. જો ભવિષ્યમાં આ બૂક પરથી કોઈ movie બનાવે તો, ગોપાલ એટલે Rajkumar Rao અને મીરાંનાં પાત્રમાં Shradhdha Kapoor.
BDW, Siddhartha પરથી હોલીવુડની વાળાએ બનાવેલી movie છે. staring:શશી કપૂર અને સિમી ગરીવાલ.
તૈયાર થઇ જાઓ ગોપાલ સાથે તેનું પેશન શોધવા.
https://jiteshdonga.com/
Share your views after reading the book.
